ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ રામ મંડળ દ્વારા દર વર્ષની માફક સમાજનાં બાળકોને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ તા.૧ થી શરૂ કરવામાં આવેલ છે. જે ૨૦ જુન સુધી શરૂ રહેશે. સાધુ સમાજનાં વિદ્યાર્થીઓએ કિર્તિબેન દાણીધારીયાની ઓફીસ મોઢેશ્વરી ચેમ્બર, હાઇકોર્ટ રોડ, ભાવનગર ખાતેથી મેળવી લેવા જણાવાયું છે.