આજે સોમવતી અમાસની સાથો સાથ શનિદેવની જન્મ જયંતિ હોય શહેરના શનિદેવનાં મંદિરોમાં ભાવિકોની ભીડ રહેવા પામી હતી. શહેરનાં મેઘાણી સર્કલ ખાતેનાં સાંઇબાબા મંદિરે આવેલ શનિ મંદિરે સવારથી જ ભાવિક ભાઇઓ-બહેનો પહોંચી ગયા હતા અને શનિદેવને તેલ, તલ અને કાળુ કપડું ચડાવી દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોનાં શનિદેવનાં મંદિરે પણ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.