છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી નિર્મળસિંહજી અને મંત્રી મંડળ તેમજ આમંત્રિતો અને વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં રાયપુર ખાતે ર૬ જાન્યુઆરી ૬૯માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ રાજ્યોની કલાસંસ્થાઓને આમંત્રિત કરવામાં આવેલી છે. જેમાં ભાવનગરનું ગૌરવ એવી કલાપથ સંસ્થાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલ. ચંદ્રસિંહ ગોહિલ અને ધર્મવીરસિંહ સરવૈયાની રાહબરી નીચે ૧૧ ભાઈઓ-બહેનોની ટીમે જેમાં નેહા મણીયાર, અવની મણીયાર, ઋતુ મકવાણા, નિમિષા યાદવ, તૃપ્તિ પટેલ, અંકિત મકવાણા, શ્રેયાંક ગોહિલ, સિધ્ધાર્થ મકવાણા, અક્ષય મકવાણા પોતાની આગવી શૈલીમાં મિશ્રરાસની અદ્દભૂત અને બેનમુન પ્રસ્તુતિ કરી સૌના દિલ જીતી લીધા હતા. એટલું જ નહીં પણ છત્તીસગઢના મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ પરફોર્મન્સ માટે ગુજરાતની કલાપથ સંસ્થાને એવોર્ડ અર્પણ કરી કલાપથના કલાકારોએ લોકનૃત્યમાં ગુજરાત અને ભાવેણાનો ડંકો વગાડી ગૌરવ વધાર્યું છે.