ભાવ.ગ્રામીણ બહેનોની જીએસટી તાલીમ પૂર્ણ : પ્રમાણપત્રનું વિતરણ

692

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. તરફથી જીઆઇપીએલ સાથે કરાર કરીને નાના અને લઘુ ઉદ્યોગોને તથા સ્વસહાય જૂથ તેમજ કો-ઓપરેટીવ સોસાયટીને જીએસટીની સુવિધા સરળતાથી અને વ્યાજબી દરે મળી રહે તથા બેરોજગાર યુવા વર્ગને રોજગારી મળી રહેત તેવા હેતુથી એસબીઆઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની બહેનો માટે તા.૨૦-૦૫-૧૯ થી ૧૩ દિવસ માટે  જીએસટી (સહેલી)ની નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ. જેના સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીેકે ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર એચ.આર.કલૈયા, ડીએલએમ વિજયસિંહ વાઘેલા, એપીએમ (આરએટી) રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરએટી)ના નિયામક પ્રવિણ આર ચીચોલીકર તથા આરએટી સ્ટાફ હાજર રહેલા. આ કાર્યક્રમની શરૂઆત સર્વ પ્રથમ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ અતિથિવિશેષ ડાયરેકટર એચ.આર.કેલૈયા તથા ડીએલએમ વિજયસિંહ વાઘેલા, એપીએમ રાજેન્દ્રસિંહ ગોહિલ કાર્યક્રમને અનુરૂપ પોતાનું પ્રાસંગિક ઉદ્દબોદન કરેલ તથા તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છા પાઠવેલ. આ તાલીમાર્થી બહેનોને જીએસટી રીટર્ન ફાઇલ નું કામ મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર હંમેશા તત્પર રહેશે તેમ જણાવેલ છે.

Previous articleશનિ જયંતિ નિમિત્તે મંદિરોમાં ભીડ
Next articleગોપનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે માનવ મહેરામણ ઉમટ્યો