સાઉથ આફ્રિકાને વધુ એક ઝટકો, ખભાની ઈજાને કારણે ડેલ સ્ટેન વર્લ્ડ કપમાંથી બહાર

547

આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯ની શરૂઆતી બે મેચોમાં પરાજયનો સામનો કરેલી સાઉથ આફ્રિકાની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. તેનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે ક્રિકેટના મહાકુંભમાંથી બહાર થઈ ગયો છે. સ્ટેનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૨મી સિઝનમાં ખભામાં ઈજા થઈ હતી. તે વિશ્વકપના શરૂઆતી બે મેચોમાં પણ બહાર રહ્યો હતો. આફ્રિકાની ટીમ ૫ જૂને ભારત વિરુદ્ધ ઉતરશે, પરંતુ તે પહેલા આફ્રિકી દર્શકોને ખરાબ સમાચાર મળ્યા છે. ટીમ મેનેજમેન્ટને આશા હતી કે સ્ટેન બુધવારે ભારત વિરુદ્ધ રમાનારી મેચ પહેલા ફિટ થઈ જશે, પરંતુ તેમ થઈ શક્યું નથી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. સ્ટેનના સ્થાન પર ડાબા હાથના ફાસ્ટ બોલર બેયુરન ડેનડ્રિક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટેન સિવાય આફ્રિકાને લુંગી એનગિડીની પણ ખોટ પડશે. તે સ્નાયુ ખેંચાઇ જવાને કારણે ૧૦ દિવસ બહાર રહેશે.

Previous articleસ્ટાર એમી જેક્સન હજુ પણ વર્કઆઉટ કરે છે
Next articleવર્લ્ડ કપમાં ભારત આફ્રિકા સામે એક મેચમાં જીત્યુ છે