આજરોજ ઘોઘા તાલુકા પંચાયતની કારોબારી અને સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ જિજ્ઞાબા ગોહિલ, ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર), કારોબારી ચેરમેન વિરભદ્રસિંહ ગોહિલ તેમજ ટીડીઓ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ. જેમાં ઘોઘા તાલુકાની વિવિધ જૂથ ગ્રામ પંચાયત અલગ કરવા બહાલી આપવામાં આવી તેમજ વિકાસના કામોને બહાલી આપવામાં આવી જેમાં તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, મુકેશભાઈ ઘોઘા ન્યાય સમિતિ ચેરમેન સોહિલભાઈ મકવાણા, વિનુભાઈ કુંડા, ચંદુભા ગોહિલ ખોખરા, હીનાબા ગોહિલ, દક્ષાબેન ડાભી, રઘાભાઈ લાઢીયા સહિત તાલુકા પંચાયત કર્મચારી હાજર રહ્યાં હતા.