વર્લ્ડ કપમાં બે મેચ હારી જવા પછી ભારત સામેની આગામી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે કોઈ ભૂલ કરવાની રહેતી નથી અને તેણે પોતાના સંગ્રામને ફરી સફળતાના માર્ગે લાવવાનો રહે છે, એમ મહાન ઓલ-રાઉન્ડર જૅક કૅલિસે કહ્યું હતું.
સ્પર્ધાની આરંભિક મેચ આયોજક ઈંગ્લેન્ડ સામે હારી જવા પછી દક્ષિણ આફ્રિકાની ટીમનો રવિવારે બંગલાદેશ વિરુદ્ધ પણ પરાજય થતા તે વર્લ્ડ કપની પોતાની પહેલી બંને મેચમાં નિષ્ફળ ગયું છે. કૅલિસનું માનવું છે કે દક્ષિણ આફ્રિકાએ સ્પર્ધા જીતવા ફેવરિટ ગણાતી ભારતની ટીમ સામેની મેચમાં ભારે માનસિક દબાણ હેઠળ રમવાનું રહેશે.
“આ ઘણું નિરાશાજનક છે તથા આગામી મેચમાં ઘણા માનસિક દબાણ હેઠળ રમવાનું રહેશે અને નહીં તો, દક્ષિણ આફ્રિકા માટે વર્લ્ડ કપ શરૂ થવા પહેલા જ ખલાસ થઈ જશે, એમ ૪૩ વર્ષના કેલિસે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની કોલમમાં લખ્યું હતું.
કેલિસે કહ્યું હતું કે ભારત સામેની મેચ મુશ્કેલ હશે, પણ તે ભારતની પહેલી અને દક્ષિણ આફ્રિકાની ત્રીજી મેચ હશે જેથી તેમાંથી દક્ષિણ આફ્રિકા થોડો લાભ મેળવી શકે છે.