ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે સાઉથમ્પટન ખાતે વર્લ્ડ કપની મેચ રમાનાર છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં આફ્રિકા કરતા નબળી સાબિત થઇ છે. બંને દેશો વર્લ્ડ કપમાં હજુ સુધી ચાર વખત આમને સામને આવ્યા છે. જે પૈકી ભારતે એક અને આફ્રિકાએ ત્રણ મેચ જીતી છે. છેલ્લી વર્લ્ડ કપ મેચ મેલબોર્નમાં ૨૨મી ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે રમાઇ હતી. જેમાં ભારતે ૧૩૦ રને જીત મેળવી હતી. ભારત તરફથી આ મેચમાં શિખર ધવને ૧૬ ચોગ્ગા અને બે છગ્ગાની સાથે ૧૩૭ રન કર્યા હતા. ભારતે આ મેચ જીતી લીધી હતી. વર્લ્ડ કપની આવતીકાલની મેચ રોમાંચક રહેનાર છે. બન્ને દેશો વચ્ચે સામ સામે મેચો પર નજર કરવામાં આવે અને જુના રેકોર્ડ પર ધ્યાન કરવામાં આવે તો જાણી શકાય છે કે ભારત કરતા આફ્રિકાની સ્થિતી મજબુત રહી છે. આફ્રિકાએ ભારત પર વધારે જીત મેળવી છે. બન્ને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૮૭ મેચો રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૩૪ મેચોમાં જીત મેળવી છે. જ્યારે આફ્રિકાએ ૪૫ મેચોમાં જીત મેળવી છે. જે દર્શાવે છે કે ભારત પર આફ્રિકાનો રેકોર્ડ ખુબ સારો રહ્યો છે. બન્ને વચ્ચે બે મેચો એવી રહી છે જેના પરિણામ આવ્યા નથી. બીજી બાજુ વર્લ્ડ કપમાં પણ આફ્રિકાનુ ભારતીય ટીમ પર પ્રભુત્વ રહ્યું છે. આફ્રિકાએ વર્લ્ડ કપમાં ભારત પર ત્રણ મેચોમાં જીત મેળવી લીધી છે. એક મેચ ભારતે જીતી લીધી છે. બન્ને વચ્ચે વર્લ્ડ કપમાં પ્રથમ મેચ વર્ષ ૧૯૯૨માં રમાઇ હતી. જેમાં આફ્રિકાએ છ વિકેટે જીત મેળવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૭૦ મેચ રમાઈ ચુકી છે. વર્લ્ડકપમાં ચાર વખત આમને સામને આવી ચુકી છે.