ઇડીએ મની લોન્ડરિંગ મામલે મંગળવારે વાડ્રા સાથે પૂછપરછ કરી હતી. વાડ્રાને લંડન, એનસીઆર, બિકાનેર સહિત ઘણી જગ્યાઓ પર ખરીદાયેલી જમીનોના મામલે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઈડ્ઢએ સોમવારે તેમને સમન્સ મોકલ્યું હતું. પૂછપરછ પહેલા વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યુંકે, તપાસ એજન્સીઓએ મને ૧૩ વખતે પૂછપરછ માટે બોલાવ્યો છે. મેં દરેક સવાલનો જવાબ આપ્યો છે. મને કારણ વગર જ હેરાન કરવામાં આવી રહ્યો છે.
વાડ્રાએ લખ્યું કે, તપાસ એજન્સીઓએ અત્યાર સુધી ૮૦ કલાકની પૂછપરછ કરી છે. મેં દરેક સવાલોના જવાબ આપ્યા છે. બિનજરૂરી ડ્રામા કરવામાં આવી રહ્યો છે. મારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારીઓને સાર્વજનિક કરવામાં આવે છે. જે એકદમ ખોટું છે.
તેમણે લખ્યું કે, મેં અંદાજે એક દાયકા સુધી બેબુનિયાદ આરોપોના વિરુદ્ધમાં લડાઈ લડી છે. મારું જીવન અલગ છે. મેં મારા સ્વાસ્થ્ય અંગે બેદરકારી દાખવી છે. હું મારો સમય એવા લોકો સાથે ગાળવા માંગું છું કે, જે લોકોને મારી જરૂર છે. બિમાર, જોઈ ન શકવાવાળા લોકો સાથે સમય વિતાવવા માંગુ છું. અનાથ બાળકોના ચહેરા પર ખુશી જોઈને આગળ વધવાની શક્તિ મળે છે. શારિરીક પરિસ્થિતીઓ બદલાઈ શકે છે, પરંતુ દિમાગ ન બદલાઈ શકે. હું સત્ય પર દ્રઢ છું. આ આવાનારા સમયમાં એક પુસ્તકની જેમ હશે, જે દુનિયાને મારો દ્રષ્ટિકોણ આપી શકશે.