શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ડફનાળા ચાર રસ્તા નજીક ગત રાતે પોલીસે ૧૦૦ કિ.લો જેટલું પશુ માંસ ઝડપી પાડ્યું હતું. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી હતી. આરોપીઓ વિજાપુર પાસેથી પશુ માંસ લાવ્યાં હતાં.
શાહીબાગ પોલીસ સ્ટેશનની ટૂ-ગાડીને મેસેજ મળ્યો હતો કે, ડફનાળા પાસે એક રિક્ષામાં પશુ માંસ લઇ જવામાં આવ્યું રહ્યું છે. જેના આધારે પોલીસ ત્યાં પહોંચતા એક રિક્ષા મળી આવી હતી. રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સની પૂછપરછ કરતા એકનું નામ ઇમરાન શૈયદ (મિરજાપુર) બીજાનું નામ મોહંમદ કુરેશી (મિરજાપુર) અલતમસ કુરેશી (મિરજાપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે રિક્ષામાં તપાસ કરતા બે કંતાનના કોથળા મળી આવ્યાં હતાં. જેને ખોલીને જોતા અંદાજે ૧૦૦ કિ.લો જેટલું પશુ માંસ મળી આવ્યું હતું. જેને પોલીસે કબ્જે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વિજાપુર પાસે કોના પાસેથી ગૌમાંસ લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી હતી