ફાયર સેફ્‌ટી માટે હવે સ્થળ પર જ NOC અપાશે, ૩૫૦ ક્લાસીસને એનઓસી મળી

534

સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્‌ટી મુદ્દે કડક નિયમોનુ પાલન કરાવવા માટે પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે. જેને પગલે અમદાવાદમાં ૩૫૦ ક્લાસીસને ફાયર એનઓસી આપવામાં આવી છે.

હવે સ્થળ ઉપર જ અને બને એટલી વહેલી એનઓસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર સેફ્‌ટીની એનઓસી માટે અત્યાર સુધીમાં એએમસીને ૨૦૮૪ અરજીઓ મળી છે. જેમાંથી ૩૫૦ અરજીઓ મંજૂર કરાઈ છે. આ તમામ અરજીઓનો ૪થી ૫ દિવસમાં નિકાલ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નિયમોનું પાલન કર્યું હોય અને દુર્ઘટના બને તો પણ એએમસી જવાબદાર નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લો અને હાઈરાઇઝ બિલ્ડીંગમાં ચાલતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનલ, કોલેજ, સ્કૂલ જેવી શૈક્ષણિક ઇત્તર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓની ફાયર સેફ્‌ટી મુદ્દે બે ફોર્મ બહાર પાડ્‌યા છે. આ ફોર્મ ભર્યા બાદ ફાયર વિભાગ ચેકિંગ કરીને એનઓસી આપશે. જો કે તેમાં થતી તમામ દુર્ઘટના માટેની જવાબદાર એનઓસી માંગનારની રહેશે. જો એનઓસી મળી ગઈ હોય અને તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય છતાં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી એએમસીની રહેશે નહીં.

Previous articleભોંયરા કે રહેણાક વિસ્તારમાં ક્લાસ હશે તો ફાયર NOC નહીં
Next articleજમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની સીટોના સીમાંકન પર કામગીરી