પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગરની આરઆર સેલ

559

આજરોજ ભાવનગર રેન્જ્ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સૂચનાથી આર આર સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા  દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે બરવાળા પો.સ્ટે. પ્રોહી.ના ગુનાના નામે નાસતો ફરતો આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઇ અમકુભાઇ ખાચર (ઉ.વ.૨૬), રહેવાસી ખાંભડા, તા.બરવાળા, જિ.બોટાદ વાળાને ખાંભડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી બરવાળા સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleરમઝાન ઈદની આજે ભવ્ય ઉજવણી
Next articleવૃદ્ધાવસ્થા અને શારીરિક પ્રવૃત્તિઓ