જાફરાબાદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી વઢેરા કરાઈ

678
guj2812018-1.jpg

જાફરાબાદ તાલુકા કક્ષાનો વઢેરા ગામે ધ્વજવંદનનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ મામલતદાર ચોહાણની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર પ્રેમને શોભે તેવાસાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન થયું તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં.  જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મામલતદાર ચોહાણ, તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, નાયબ મામલતદાર કુંબાવ, જોષી, તાલુકા પંચાયત સદસ્ય મસરીભાઈ, સરપંચ કાનાભાઈ, ઉપસરપંચ લખમણભાઈ બાંભણીયા, મંગાભાઈ, જીણાઆતા માસ્તર તેમજ બહોળી સંખ્યામાં ગામ તથા આજુબાજુની જનતા સહિત શીક્ષણ અધિકારી વાઢેર તથા આચાર્ય ચંદુ ભાઈવંશ પ્રવિણભાઈ બારૈયા કોંગ્રેસ આગેવાન, જીવનભાઈ બારેયા, છગન ડાભી સરપંચ બાલાણા સહિત આગેવાનોની હાજરી સાથે ધ્વજવંદન શાનદાર રીતે ઉજવાયો.

Previous articleજિ.પં.માં સંજયસિંહ સરવૈયાના હસ્તે ધ્વજવંદન
Next articleમહુવા ખાતે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા