આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે. ઇ.પી.કો. કલમ ૧૮૮ કેદી અધિનિયમ ૧૯૦૦ ની કલમ ૪૨, ૪૩, ૪૫(બી) પેટા કલમ ૧૨ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા ગીરવાનસિંહ પરમાર ઉ.વ.૩૮ રહેવાસી- વલ્લભીપુર, રાજપુત શેરી જી. વાળો કચ્છના ગાંધીધામ ખાતે છે જેથી ગાંધીધામ ખાતે જઇ મજકુર ઇસમને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.