વલ્લભીપુર શહેર ખાતે ઘણાં લાંબા સમયતી ચાલતા સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ક્ષેત્રોમાં સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક, પર્યાવરણ, વગેરે ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેમાં આ ટ્રસ્ટ ખાસ કરી પર્યાવરણ ક્ષેત્રે વધુ મહેનત કરતા હોય જેમાં ગત વર્ષ વલ્લભીપુર શહેર તાલુકામાં અસંખ્ય વૃક્ષો વાવેલા હતા અને ખાસ કરીને ૪૫૦૦ જેટલા વૃક્ષોનું જતન પણ કરેલ હોય ત્યારે આ વર્ષે પણ ખુબ જ પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરવાના હેતુથી આજરોજ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેર તાલુકામાં વિવિધ ક્ષેત્રોમાંનું આયોજન કરેલ છે. જેમાં આગામી દિવસોમાં વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનો થતો નાશ અટકાવવા અલગ અલગ વિસ્તારોમાં જઇ માર્ગદર્શન સેમીનારનું આયોજન , પિજરા વિસ્તારોમાં જઇ માર્ગદર્શન સેમીનારનું આયોજન, પિંજરા નવા બનાવાવા તેમજ પર્યાવરણ ને અનુસંધાને તમામ પ્રકારની સેવાઓ કરી વલ્લભીપુર શહેર તાલુકાને આ ટ્રસ્ટ હરીયાળુ ટૂંક સમયમાં જ બનાવશે. તેઓ ટ્રસ્ટના પ્રમુખ હાર્દિક ચૌહાણે કરેલ હોય. જેમાં આ પર્યાવરણ ક્ષેત્રે આ ટ્રસ્ટ આજે વલ્લભીપુરના જાગૃત નાગરિકો રાજકીય આાગેવાનો, સમાજના આગેવાનો કેવાનો વગેરે સતત રાજકીય આગેવાનો , સામાજીક આગેવાનો, રાજકિય આગેવાનો, યુવાનો વગેરે તન – મન – ધન થી સહકાર આપી રહ્યા છે.