ચાર વર્ષ પૂર્વે વલ્લભીપુર તાલુકાના દાત્રેટીયા ગામના શખ્સે અન્ય ત્રણ જણાની મદદ લઇ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઇ સગારીની ઇચ્છા વિરૂદ્ધ તેણીની સાથે સંભોગ બળાત્કાર કર્યાની ફરીયાદ જે તે સમયે વલ્લભીપુર પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે નોંધાઇ હતી. તે પૈકીના મુખ્ય આરોપી સામે અદાલતે ગુનો સાબિત માની આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાનાં દાત્રેટીયા ગામે રહેતી. સગીરા ઢોર ચરાવવા મૂળધરાઇ ગયેલા તેના દાદીમાને ટીફીન આપવા ગત તા.૩૧-૦૩-૧૫નાં રોજ નીકળેલી. તે સમયે દાત્રેટીયા ગામનાં જ પ્રવિણ ઉર્ફે પરેશ નરશીભાઇ માથાસુરીયા (ઉ.વ.૨૩) તથા અરવિંદ ઉર્ફે શેટી નરશીભાઇ (ઉ.વ.૨૪) મોટર સાયકલ લઇને મૂળધરાઇ ગામે ગયેલા અને તળાવની પાળ પાસે સગીરા જતી હતી ત્યાં જઇ પ્રવિણ ઉર્ફે પરેશે જણાવેલ કે તુ મોટર સાયકલ ઉપર વચ્ચે બેસાડી અરવિંદ ઉર્ફે શેટો બાઇક ચલાવતો બરવાળા લઇ ગયેલ. જ્યાં વિજય નરશી માથાસુરીયાએ આવીને પ્રવિણને પૈસા આપ્યા. ત્યારબાદ વિજય બાઇક લઇને પરત ફરેલ.અને પ્રવિણ તથા અરવિંદ સગીરાને લકઝરી બસમાં સાથે બેસાડી વાંકીયા ચોકડી સવારે ઉતરેલ જ્યાંથી આખલાટ ગામે દેવા ભૂરા ચોહલાનાં ઘરે લઇ ગયેલા ત્યારબાદ અરવિંદ ત્યાંથી જતો રહેલ.
પ્રવિણ સગીરાની સાથે આખલાટ ગામે દેવાનાં ઘરે અઢી મહિના સુધી રાખેલી. જ્યાંથી તેણીને બહાર જવા પણ દેતા ન હતા અને પોતે સગીરા હોવા છતાં તેણી સાથે ઇચ્છા વિરૂદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો અને મનાઇ કરવા છતાં બળાત્કાર કરેલ અને પ્રવિણ પાસે પૈસા ખૂટી જતા પોતાનું કડુવેંચીને દેવા પાસેથી પૈસા લીધેલા હતા. આમ ચારેય શખ્સો વિરૂદ્ધ જે તે સમયે વલ્લભીપુર પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, બળાત્કાર, મદદગારી સહિતની કલમો વડે ગુનો નોંધી ધરપકડ કરેલ. આ બનાવ અંગેનો કેસ ભાવનગરનાં સે.જજ અને બીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની દલીલો તથા લેખીત, મૌેખિક પૂરાવાઓ ધ્યાન લઇને પ્રવિણ ઉર્ફે પરેશ નરશી માથાસુરીયા સામે ગુનો સાબિત માની ૧૦ વર્ષની સખ્ત કેદ અને રોકડ રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.