અમદાવાદનાં નરોડા ખાતે ભાજપનાં ધારાસભ્યએ પાણી માટે આવેલી મહિલાને ઢોર માર મારેલ તેનાં વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા આવેદનપત્ર આપી બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ. આ બનાવની ધારાસભ્યનાં રાજીનામાની પણ માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પારૂલબેન ત્રિવેદી સહિત બહેનો જોડાયા હતા.