ઓસ્ટ્રેલિયા સામે વિન્ડીઝની હવે કસોટી : મેચ રોચક હશે

518

વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે.  હવે આવતીકાલે આ જ ક્રમમાં શક્તિશાળી ઓસ્ટ્રેલિયાની ટક્કર વેસ્ટ ઇન્ડિઝ સામે થનાર છે. આ વખતે વિન્ડીઝની ટીમ મોટા અપસેટ સર્જે તેમ તમામ ચાહકો માની રહ્યા છે. આનો પરિચય વિન્ડીઝની ટીમ પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સામે આપી ચુકી છે. પાકિસ્તાન સામે વિન્ડીઝે સરળતાથી ૨૧૮ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ એકતરફી મેચમાં સાત વિકેટે જીત મેળવી લીધી હતી. જેથી ઓસ્ટ્રેલિયા સામે પણ તેની પાસેથી જ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ વખતે જોરદાર એનર્જી સાથે આ ટીમ મેદાનમાં ઉતરી છે. સાથે સાથે ક્રિસ ગેઇલ જોરદાર ફોર્મમાં છે. તે પ્રથમ મેચમાં જ પાકિસ્તાનના તમામ બોલરોને મેદાનની ચારેબાજુ ફટકારી ચુક્યો છે. બીજી બાજુ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકેલા ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે જીતી લીધા બાદ હવે વિન્ડીઝ સામે જીત મેળવી સતત બીજી મેચ જીતવા માટે ઉત્સુક છે. ડેવિડ વોર્નર આઇપીએલમાં જોરદાર બેટિંગ કર્યા બાદ અહીં પમ પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે ધરખમ બેટિંગ કરી ચુક્યો છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે.   ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.બંને ટીમો નીચે મુજબ છે.

ઓસ્ટ્રેલિા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા

વિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ,  નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ.

Previous articleસગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરનાર દાત્રેટીયાના યુવાનને ૧૦ વર્ષની કેદ
Next articleફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલ અને રોજર ફેડરર વચ્ચે મેચ