ફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલ અને રોજર ફેડરર વચ્ચે મેચ

509

પેરિસમાં રમાઈ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોચના ખેલાડીઓએ તેમની આગેકૂચ જારી રાખી છે. કરોડો ટેનિસ પ્રેમીઓ જેની રાહ જોઇ રહ્યા હતા તે મેચ હવે આવી ગઇ છે. ફ્રેન્ચ ઓપન ટેનિસની સેમીફાઇનલમાં હવે રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે જંગ ખેલાશે. આ ઐતિહાસિક મેચને જોવા માટે ચાહકો ઉત્સુક છે. નડાલે જાપાનના નિશિકોરી પર ૬-૧, ૬-૧ અને ૬-૩થી જીત મેળવી સેમીફાઇનલમાં કુચ કરી હતી. રાફેલ નડાલ સતત ૧૨મી વખત તાજ જીતવા માટેના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યો છે. તે ફ્રેન્ચ ઓપનમાં હજુ સુધી ૯૧મી જીત મેળવી ચુક્યો છે. બીજી બાજુ રોજર ફેડરરે બીજી મેચમાં વાવરિન્કા પર ૭-૬, ૪-૬, ૭-૬ અને ૬-૪થી જીત મેળવી હતી. ૩૭ વર્ષીય રોજર ફેડરર છેલ્લા ૨૮ વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ સેમીફાઇનલમાં પહોંચનાર સૌથી મોટી વયનો ખેલાડી છે. નડાલ ફેડરર પર ૨૩-૧૫નો રેકોર્ડ ધરાવે છે. જો કે ચેલ્લી પાંચ મેચોમાં સ્વીસ ખેલાડીની જીત થઇ છે.  કરોડો ટેનિસ ચાહકોને હવે ૯મી જૂન સુધી ફ્રેન્ચ ઓપનમાં ભારે રોમાંચની સ્થિતિ જોવા મળશે.  ફ્રેન્ચ ઓપનની આ ૧૨૩મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૪૨૬૬૧૦૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે અને વર્ષની બીજી  ગ્રાન્ડસ્લેમ તરીકે તેને ગણવામાં આવે છે. ફ્રેન્ચ ઓપનમાં દર વર્ષે સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, જુનિયર, વ્હીલચેર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ક્લે કોર્ટ પર રમાતી આ સ્પર્ધાનું ખાસ મહત્વ રહેલું છે. વર્તમાન ચેમ્પિયનમાં પુરૂષ વર્ગમાં રાફેલ નડાલ અને મહિલા વર્ગમાં સિમોના હેલેપ છે. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રાન્ડસ્લેમની કેટેગરી હેઠળ તે ગણાય છે. ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ વર્ગ, ડબલ્સ ડ્રોની જાહેરાત કરવામાં આવે છે.  ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે પુરુષો અને મહિલા વર્ગ ઉપરાંત હમેશની જેમ જ મિક્સ્ડ ડબલ્સ, મહિલા ડબલ્સ અને પુરુષ ડબલ્સ પણ રમાનાર છે. ગયા વર્ષ કરતા આ વખતે ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરાયો છે.મહિલાઓના વર્ગમાં અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે. મહિલા વર્ગમાં તમામ ટોપ ખેલાડી હાર ગઇ છે જેથી આ વખતે કોઇ નવી ચેમ્પિયન બનશે. કારણ કે સ્ટાર ખેલાડી હારી રહી છે.મહિલાઓના વર્ગમાં મોટા અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે.પ્રથમ ક્રમાંકિત ખેલાડી જોકોવિકે જર્મનીના લેનાર્ડ સ્ટ્રફ પર સીધા સેટોમાં ૬-૩, ૬-૨ અને ૬-૨થી જીત મેળવી હતી.હવે તે જ્વેરેવ સામે ટકરાશે. હાલેપ પણ આગેકુચ કરી ગઇ છે.

રાફેલ નડાલ અને રોજર ફેડરર વચ્ચે સેમીફાઇનલ મેચ સાતમી જુનના દિવસે રમાશે. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. હાલેપે પોલેન્ડની ઇગા પર ૬-૧, ૬-૦થી જીત મેળવી હતી.

Previous articleઓસ્ટ્રેલિયા સામે વિન્ડીઝની હવે કસોટી : મેચ રોચક હશે
Next articleન્યુઝીલેન્ડ : પ્રથમ વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા સક્ષમ