બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ઉભી કરનાર અને અનેક ગીતોમાં આઇટમ સોંગ કરીને લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચેલી ખુબસુરત ઉર્વશી રૌટેલાએ કહ્યુ છે કે કેટલાક ગીત પર પોતે જ કોરિયોગ્રાફી પણ કરી રહી છે. તે નાની હતી ત્યારથી જ કોરિયોગ્રાફીના ક્ષેત્ર સાથે જોડાયેલી રહી છે. તેનુ કહેવુ છે કે કેટલાક લોકપ્રિયત ગીત પર કોરિયોગ્રાફીમાં તેની પોતાની જ ભૂમિકા રહી છે. તેનુ કહેવુ છે કે તે કેટલાક ગીતોમાં કોરિયોગ્રાફી કરી ચુકી છે. બાગ જોની, સનમ રે અને કાબિલ જેવી ફિલ્મોમાં તે કોરિયોગ્રાફી તરીકે કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે કેટલાક ગીતોમાં તે પોતે પણ કોરિયોગ્રાફર તરીકે સુચન કરતી રહી છે. કાબિલ ફિલ્મમાં તેના આઇટમ સોંગે ભારે લોકપ્રિયતા મેળવી હતી. તે રાતોરાત સુપરસ્ટાર પણ બની ગઇ હતી. તે બાળપણથી કોરિયોગ્રાફી કરી રહી છે. બોલિવુડમાં આઇટમ સોંગ સિવાય તે કેટલીક સારી ભૂમિકા પણ કરવાની ઇચ્છા ધરાવે છે. બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા નવી અભિનેત્રીઓ વચ્ચે હોવા છતાં તે બિલકુલ પરેશાન નથી. તેને સતત સારી ફિલ્મોના આઇટમ સોંગ મળી રહ્યા છે. તે દરેક ભાષાની ફિલ્મમાં કામ કરવા માટે આશાવાદી બનેલી છે. રાકેશ રોશનની કાબિલ ફિલ્મ મળ્યા બાદ તેને સારી અને મોટી ફિલ્મોની ઓફર હવે થઇ રહી છે. જો કે તેને ટોપ સ્ટાર તરીકે પોતાને પુરવાર કરવા માટે હજુ ઘણી મહેનત કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે.
હેટ સ્ટોરી ફિલ્મ તેની ફ્લોપ રહ્યા બાદ તે નિરાશ થઇ નથી. જો કે તે માત્ર હિન્દી ફિલ્મો પુરતી રહેવા માંગતી નથી. અન્ય ભાષાની ફિલ્મોમાં પણ તે કામ કરવા માટે ઉત્સુક બનેલી છે.