કંસારી પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઇ હતી.જોકે ગાડીમાથી બે બુટલેગરો સાથે એક પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતો ઝડપાતા ચકચાર મચી હતી.પોલીસે ૨ લાખ ૪૪ હજારનો મુદામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસાના ઝેરડા રોડ પર જિલ્લા એલ.સી.બીની ટિમ પ્રેટોલિંગમા હતી.આ દરમ્યાન તેઓને અંગત બાતમી મળી હતી કે કંસારી પાસે બોલેરો ગાડીમાં કેટલાક બુટલેગરો વિદેશી દારૂ ભરીને જઈ રહ્યા હોવાની અંગત બાતમી મળતા તેઓએ માર્ગ કોર્ડન કરી લીધો હતો. આ દરમ્યાન જીજે ૦૮ એ એફ ૨૨૧૩ નંબરની બોલેરો ગાડી પસાર થતા તેને રોકવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગાડી ચાલક પોલીસ ઉપર ગાડી નાખી ભાગવા જતો હતો પરંતુ એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી ગાડી ને ઝડપી લીધી હતી ગાડીમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ૪૪૪ બોલટો વિદેશી દારૂ મળી ઝડપ્યો હતો. એલ.સી.બીએ કુલ ૨,૪૪,૬૦૦ નો મુદામાલ કબ્જે કરી લીધો હતો.જોકે ગાડી ઝડપાયા બાદ મોટો ઘટસ્ફોટ બહાર આવ્યો હતો.જેમાં બોલેરો ગાડી ડ્રાઇવર આલાભાઈ હરચંદભાઈ બકુલીયા (પરમાર) રહે દિયોદર રેલવેસ્ટેશન પાછળ જે જિલ્લા હેડ કવાર્ટસમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો.તેની સાથે લાલસિંગ સોમાજી રાઠોડ રહે મુડેઠા તા.ડીસા જીવાજી ગણેશજી પ્રજાપતિ રહે રતનપુરા ભીલડી વાળો ઝડપાઇ ગયો હતો.પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત પોલીસ ઉપર ગાડી નાખી મારી નાખવાનો પ્રયત્ન કરવા બદલ ઇ.પી.કો કલમ ૩૦૮ મુજબ અલાયદી ગુનો નોંધ્યો હતો.