જાફરાબાદ ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાનો સન્માન સમારોહ યોજાયો

1107

જાફરાબાદ ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાનો સન્માન સમારોહ ચેતનભાઈ શિયાળના અધ્યક્ષ સ્થાને તાલુકા, શહેર ભાજપ પરિવાર દ્વારા યોજાયો દર ત્રણ મહિને હાજરીની ખાત્રી નારણભાઈએ આપેલ.

જાફરાબાદ ખાતે ૯૮ વિધાનસભામાં ૪૮ હજારની જંગી લીડ નારણભાઈ કાછડીયાને આપવામાં જાફરાબાદ તાલુકો હિરાભાઈ સોલંકીની જહેમતથી તેમજ ચેતનભાઈ શિયાળની કોઢાસુજથી દરેક સમાજને સાથે રાખી રાષ્ટ્ર હિત માટે જાફરાબાદના કાંઠા વિસ્તાર અગ્રેસર હોય ત્યારે આજરોજ ચેતનભાઈ શિયાળ જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ ભાજપ પ્રમુખ દિનેશ દાદા, નગરપાલિકાના પ્રમુખ કોમલબેન, સરમણ ભાઈ બારૈયા, ઉપપ્રમુખ કબીરભાઈ, ચંદુભાઈ પટેલ, કરણભાઈ બારૈયા કોળી સમાજ પટેલ ભાજપ પ્રમુખ જાડેજા, જીવનભાઈ બારૈયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંના ભાજપ પરિવાર આગેવાનો હરેશભાઈ મકવાણા, દિપુભાઈ ધુંધળવા કોળી સમાજ પ્રમુખ બાબરકોટ અનકભાઈ સાંખટ તથા સરપંચો વારાહસ ભાંકોદર,દ ચંદુભાઈ મીતીયાળા, વિજાણંદભાઈ વાઘેલા, ભુપતભાઈ વાઘેલા, પીઢ આગેવાન રાણા આતા લોઠપુર, મયલુભાઈ ખુમાણ હેમાળ, શાન્તુભાઈ અને હરેશભાઈ વરૂ ભાલીયા મીઠાપુર, મહિપતભાઈ વરૂ ટપ ભાઈ વરૂ, સમીરભાઈ વઢેરા, કાનાભાઈ વાઘેલા લખમણભાઈ બાંભણીયા હમીરભાઈ કોટડીયા, સુકરભાઈ તથા દોલુભાઈ ધારાબંદર, છગનભાઈ મકવાણા તાલુકા ભાજપ મંત્રી મનુભાઈ વાંજા સહિતની હાજરીમાં સાંસદ નારણભાઈ કાછડીયાનો સન્માન મારોહ યોજાયો હતો. ભાજપ અગ્રણી પુનાભાઈ ભીલ દ્વારા નારણભાઈ કાછડીયાને કહેલ કે આપની ઉપર વિશ્વાસ છે પણ દરિયાકાંઠાના તમામ ગામોના વિકાસ માટે તમારે મુલાકાત લેવી પડે તો તેમને ખબર પડે કે અમારી પરિસ્થિતિ કેવી છે ત્યારે આ વાતમાં વેપારીઓ અને જીલ્લામંત્રી ચેતનભાઈ શિયાળ ટેકો આપતા નારણભાીઈએ વચન આપ્યું કે હું તમારો કાયમી રૂણી રહીશ અને નૌધ કરીદ્યો હું દીલ્હીથી અહીંયા દર ત્રણ મહિને રૂબરૂ તમારે દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હાજર રહીશ.

Previous articleરાજુલા – પીપાવાવ પેસેન્જર ટ્રેન શરૂ કરવા સાંસદ સમક્ષ ચમ્બરની રજૂઆત
Next articleબરવાળાના સાળંગપુર ખાતે ગૌશાળામાં આગ લાગતા કડબનો જથ્થો ખાક