આજરોજ ૫ જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરનો અગ્રગણ્ય શો-રૂમ ગામઠીના સૌજન્યથી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ દ્વારા જુદા જુદા કલરની ૫૧ બોગમ વેલોનું શહેરના એરપોર્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પહેલા ગ્રીનસીટી દ્વારા જ સીટી ૪૫ બોગમના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ કુલ ૯૬ બોગમ વેગના વૃક્ષો થોડા મોટા થશે એટલે રંગબેરંગી ફુલોથી એરપોર્ટ રોડ શોભી ઉઠશે તેમ ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે જણાવ્યું હતું.
આ વૃક્ષારોપણ પ્રસંગે શહેરના અગ્રણી ઉદ્યોગપતિ લીલા ગ્રુપના કોમલભાઇ શર્મા, દાસ પેંડાવાળા બૈજુભાઇ મહેતા, શેઠ બ્રધર્સના અશોકભાઇ શેઠ તથા કમલેશભાઇ શેઠ, રંગોલી પાર્કવાળા અનીભાઇ, સિરાજભાઇ મેઘાણી, નવયુગ શીપ બ્રેકીંગના બી.વી.તાયલ, ઇન્ડિયા ટ્રાવેલ્સવાળા કરીમભાઇ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઇ વડોદરીયા, શશી ઇન્ડસ્ટ્રીઝના શશીભાઇ વાધર, રોઝ ડાયમંડના જોએબભાઇ, ઇનરવીલ ક્લબના પ્રમુખ ડા.લક્ષ્મીબેન ગુરૂમુખાણી, યોગા ગર્લ જાનવી મહેતા, પી.એન.આર.ના અશ્વિનભાઇ શાહ, અંકુર શાળાના નેહલબેન ગઢવી તથા ભાવનાબેન ચંપારીયા, એપેક્ષ ફાર્માના પ્રદિપભાઇ મહેતા, સીરાજભાઇ માંકડા, એરપોર્ટ ઓથોરીટીના હેડ સુધા મેડમ, ગામઠી શો રૂમના માલિક મલ્લીકાબેન શેઠ, તેજસ દોશી તથા ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ, અચ્યુતભાઇ મહેતા વિગેરે સભ્યો હાજર રહ્યા હતા.ગ્રીનસીટીની આ નવમાં વર્ષની નવમી સીઝનનો પ્રારંભ દેવેનભાઇના બહેન કૌશીકાબેન પ્રદિપભાઇ મહેતાએ પ્રથમ વૃક્ષનું વૃક્ષારોપણ કરીને કર્યો હતો. દેવેનભાઇ શેઠ એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.