બોલિવુડમાં લાંબા સમયથી સક્રિય હોવા છતાં ખુબસુરત સ્ટાર ચિત્રાંગદા સફળ અભિનેત્રી તરીકે ઉભરી શકી નથી. તેની પાસે એક લીડ અભિનેત્રીવાળા રોલ હજુ સુધી આવ્યા નથી. શરૂઆતમાં તેની છાપ એક સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ તે આ છાપમાંથી બહાર નિકળી શકી નથી. હાલમાં તો તેની પાસે આઇટમ સોંગ વધારે આવે છે. તે આઇટમ સોંગ સુધી મર્યાદિત રહી ગઇ છે.વિતેલા વર્ષોમાં તે જાતિય શોષણનો શિકાર પણ થઇ રહી છે. જો કે શિસ્તને લઇને મક્કમ રહેલી ચિત્રાંગદાએ કેટલીક ફિલ્મો બાંધછોડ ન કરવાના કારણે છોડી દીધી હતી. હવે તેની પાસે ખુબ મર્યાદિત ફિલ્મો આવી રહી છે. તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં ટુંક સમયમાં જ ઉતરે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. જો કે તે એક્ટિંગ જારી રાખવા માટે ઇચ્છુક છે.મીટુ હેઠળ હવે ચિત્રાંગદા સિંહ દ્વારા પણ તેનો એક અનુભવ રજૂ કરીને આ ચર્ચાને આગળ વધારી દીધી છે. ચિત્રાગદા સિંહે કહ્યુ છે કે તેને ફિલ્મ બાબુમોશાય બંદુકબાજ માટે ન્યુડ સીન કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. ચિત્રાંગદાએ કહ્યુ છે કે ફિલ્મના નિર્દેશક કુશાન નંદી દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ.