જીસીઈઆરટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર પ્રેરિત તથા બ્લોક રિસોર્સ સેન્ટર-મહુવા આયોજિત મહુવા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૧૭ બી.આર.સી.ભવન-મહુવા ખાતે યોજાયેલ. વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે શાળા,કલસ્ટર,તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી કલા ઉત્સવનું આયોજન થાય છે.
મહુવા તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત વિષય પરની ચિત્ર સ્પર્ધામાં વિભાગ-૧માં ધો.૧ થી ૫ અને વિભાગ-૨માં ધો.૬ થી ૮ના તાલુકાની વિવિધ શાળાઓના શાળા કક્ષાએ વિજેતા થયેલ બાળ કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. મહુવા બ્લોકના બી.આર.સી.કો.ઓર્ડિનેટર મુકેશભાઈ ભટ્ટના વિશિષ્ટ આયોજન નીચે યોજાયેલ કલા ઉત્સવમાં સી.આર.સી.કો. ઓર્ડિનેટર રમેશભાઈ સેંતા,કલ્પેશભાઈ ચૌહાણ, કમલેશભાઈ જોષી, દેવજીભાઈ સોલંકી, સુનિલભાઈ મહેતા તથા બી.આર.પી. નિલેશભાઈ ભાલરિયાએ જરૂરી વ્યવસ્થા સંભાળેલ. નિર્ણાયક તરીકે નરેશભાઈ વાઘ, જાગૃતિબેન મારૂ, કમલેશભાઈ જોષી, પ્રવીણભાઈ મકવાણા, અક્ષયભાઈ પટેલ, ચંદ્રિકાબેન પરમાર વગેરે શિક્ષકોએ સેવા આપેલ. કલા ઉત્સવના તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ બાળ કલાકારો જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેશે.