ગાંધીનગરના ચિલોડા ગામે ધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો- ઓપરેટીવ બેંક અને રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરાયુ હતું. કર્મચારીગણ,મંડળીના હોદ્દેદારો અને સહકારી ક્ષેત્રે સંકળાયેલા યુવાનો મળીને ૧૫૨ રક્તદાતા તેમાં જોડાયા હતા.રક્તદાતાઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ અપાયા હતા.