તબીબની ઘોર બેદરકારી… લીવરની બીમારીથી પીડિત મહિલાનાં હાથનું ઓપરેશન કરી નાખ્યું

995

અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન આપતા સમયે એક મહિલા દર્દીના હાથમાં પ્રવાહી પડ્યુ હતું. એટલું જ નહિ, રાતોરાત દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું. સુરતની નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. એક મહિલા લીવરની બીમારીની સારવાર કરાવવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે ઈન્જેક્શન આપતી વેળાએ મહિલા દર્દીના હાથ પર એક પ્રવાહી પડ્યું હતું. જેને કારણે દર્દીના હાથમાં ગણતરીના કલાકમાં જ ફોલ્લાં નીકળી આવ્યા હતા. ત્યારે તબીબે પોતાની ભૂલ છુપાવવા દર્દીને ટ્રોમાં વિભાગમાં દાખલ કરી હતી. એટલું જ નહિ, રાતોરાત રાત્રિ દરમિયાન દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું હતું. જોકે, તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર તબીબ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. મહિલાએ કહ્યું કે, હું સિટી સ્કેન કરવા આવી હતી. સિટી સ્કેનમા સોઈ દબાઈ ગઈ હતી, અને ઈન્જેક્શનની બધી દવા હાથ પર આવી ગઈ હતી. ત્યાર બાદ ડોક્ટરે ચીરા મારીને દવા કાઢી. હવે મને એક અઠવાડિયા સુધી સારવાર કરવી પડશે.

મહિલાના પુત્રએ કહ્યું કે, ઈન્જેક્શન બાદ આખો હાથ સોજી ગયો. પ્રવાહી પડ્યા બાદ પણ બે-ત્રણ કલાક બાદ મારી માતાની કોઈ સારવાર કરવામાં ન આવી. કોઈ શીખાઉ સિસ્ટરે મારી માતાના હાથમાં સોઈ નાંખી હતી. ત્યાર બાદ મોડી સાંજે મમ્મીના હાથનું ઓપરેશન કર્યું હતું.

 

Previous articleવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સીડ બોમ્બ દ્વારા ગ્રીન કવર વધારવાની વિશિષ્ટ પહેલ
Next articleગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની ફિક્સ ડિપોઝીટની રકમ પરત મળી