તાલુકાના રણમલપુર ગામ નજીક થી પસાર થતી નર્મદા ની મુખ્ય કચ્છ કેનાલ માં ૧૫ ફૂટ જેટલું ગાબડું પડતા ભય ફેલાઈ જવા પામ્યો છે. ત્રણ દિવસથી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હોવા છતાં નર્મદાના અધિકારીઓ નિંદ્રાધીન અવસ્થામાં છે અને કેનાલ પર ફરક્યા જ નથી.
ગાબડા સુધી પાણી પહોંચ્યુંઃ સાંતલપુરમાંથી પસાર નર્મદાની કચ્છ કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ છે અને પાણી ગાબડાને અડીને વહી રહ્યું છે. જો પાણીની માત્રામાં થોડો પણ વધારો થાય તો કેનાલ તૂટવાની શક્યતા સેવાઇ રહી છે. નર્મદાની મુખ્ય કચ્છ કેનાલમાં ગાબડું પડતા કેનાલની કરવામાં આવેલી કામગીરીમાં પણ શંકા સેવાઇ રહી છે અને ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે. નર્મદા કેનાલમાં વારંવાર ગાબડા પડવા છતાં નર્મદાના અધિકારીઓ કેનાલ પર ફરક્યા નથી અને તેઓ પણ કેનાલ તૂટવાની અને હોનારત થવાની રાહ જોતા હોય તેવું લોકોમાં ચર્ચા ચાલી રહી છે.