ચાણસ્મા માર્કેટયાર્ડમાં રાયડાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. પૂરવઠાના ઓપરેટરની ભૂલથી ચાણસ્મા ખેડૂતોના મોબાઈલમાં એપીએમસી દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે તેવો મેસેજ મોકલ્યો હતો. તેવો મેસેજ ચાણસ્મા તાલુકાના ખેડૂતોના મોબાઇલ પર મેસેજ વાઈરલ થતાં તાલુકાના ખેડૂતો રાયડાના માલ લઇને માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ગયા બાદ એપીએમસી દ્વારા માલ ન લેતા ખેડૂતોમાં નારાજગી સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મેસેજને પગલે ગુરૂવારે સવારે રાયડાનો માલ ટ્રેક્ટર મારતે લઇને ખેડૂતો દોડી ગયા હતા. પરંતુ ચાણસ્મા એપીએમસી સેક્રેટરી કહ્યું કે ખરીદીની તારીખ જતી રહેલી છે. વધારે તારીખે ખરીદી કરવા કોઇ સુચના નથી. આ બાબતે ખેડૂતો નારાજ થઇ ગયા હતા. આ અંગે સેક્રેટરી સમક્ષ ખેડૂતો પોતાની વ્યસ્થા રજૂ કરતા તેઓ આ બાબતે ઉપર અધિકારી સાથે વાત કરીને તેમનો માલ એપીએમસીના ગોડાઉનમાં ઉતારીને ઉપરની અધિકારી બે દિવસ ખરીદી સુચના રાખ જોવાશે.
સરકાર દ્વારા નકકી કરેલા રાયડા ટેકાનો મણે રૂ.૮૪૦ નકકી કરેલા છે ત્યારે તારીખ ૫-૦૬-૨૦૧૮ સુધી ખરીદી કરાઇ હતી. પરંતુ વધારાની તારીખ લંબાઇને ૨૦-૦૬-૨૦૧૯ કરવામાં આવી છે ત્યારે હજી ચાણસ્મા તાલુકાના ૨૫૦ નોધણી કરેલા ખેડૂતો રાયડો ૨૫૦૦ મણ ખરીદવાનો બાકી છે. શુક્રવારે પુરવઠા ઓપરેટ પ્રતિદિન મુજબ ૩૫ ખેડૂતો મેસેજ કર્યો હતો. તે તમામ પોતાનો માલ લઇને દોડી આવ્યા હતા. બાદ ખેડૂતોને સમજાવી સંતોષકારક જવાબ આપી શાંત કર્યા હતા. તેવું ચાણસ્મા એપીએમસીના સેક્રેટરી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું.
ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ પટેલ અને અજય ભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાયડા માલની નોંધણી કરાયેલી હતી જેનો મેસેજ આવતા ગુરુવારે વહેલા ચાણસ્મા એપીએમસી આવ્યા હતા પરંતુ ત્યારે સેક્રેટરી માલ લેવાનો ઇન્કાર કરતા નિરાશ થયેલા ખેડૂતો ઉશ્કેરાઇ જઇને તકરાર કરવા લાગ્યા હતા. સેક્રેટરી માલ નીચે ઉતારી ગોડાઉન રાખીને બે દિવસ પછી ઉપરથી જે નિર્ણય થાય તે પ્રમાણે રાયડાની ખરીદી થશે તેવું જણાવ્યું હતું.