પશુપાલકોને હવે પ્રતિ કિલો દૂધ ના ફેટ ના રૂપિયા ૬૩૦ ની જગ્યાએ ૬૫૫ મળશે જેથી પશુપાલકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે ત્યારે બનાસ ડેરીએ દૂધ ઉત્પાદકોને રાહત થાય તે માટે દુધ ના ફેટ માં વધારો કરી પશુપાલકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો દૂધ ના ફેટ ના રૂપિયા ૬૩૦ ની જગ્યાએ ૬૫૫ મળશે જેથી પશુપાલકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
દૂધના કલેક્શનમાં એશિયાની પ્રથમ ક્રમાંકિત ગણાતી બનાસ ડેરીએ પશુપાલકોના હિત માટે ફરી એક વખત દુધના ફેટ માં વધારો કર્યો છે. હાલમાં એક તરફ સખત ગરમીના કારણે દૂધ ઉત્પાદન ઘટયું છે. જ્યારે ડેરીએ પશુદાણના ભાવમાં પણ થોડા સમય પહેલા વધારો કર્યો હતો. જેના કારણે પશુપાલકોને વધુ માર ન પડે તે માટે હવે ડેરીએ દૂધના પ્રતિકિલો ફેટે રૂ. ૨૫ નો ભાવ વધારો કર્યો છે.
બનાસડેરી અગાઉના રૂપિયા ૬૩૦ કિલો ફેટના ચૂકવતી હતી. જે હવે વધીને પશુપાલકોને રૂપિયા ૬૫૫ મળશે જેથી પશુપાલકોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે બીજી તરફ બનાસદાણમાં કાચા માલની કિંમતોમાં ભારે ભાવ વધારો થયો છે.
જેથી બનાસદાણ માં રૂ.૭૫નો ભાવ વધારો કરાયો છે. એટલે કે જે બનાસકાંઠાની બોરી પહેલા ૧૨૭૫ મળતી હતી તે હવે પશુપાલકોને ૧૩૫૦ રૂપિયા માં મળશે આમ એક તરફ ખેડૂતો માટે દૂધના ભાવમાં વધારો કરી રાહત આપી છે જ્યારે બીજી તરફ બનાસદાણ ના ભાવ વધારો કરતા પશુપાલકો ની જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.