પોલીયોની નાબુદી માટે છેલ્લા ઘણાં વર્ષોથી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેને પગલે રવિવારે સમગ્ર દેશમાં પોલીયો નાબુદી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીએ નાના બાળકોને રસી પીવડાવી આ અભિયાનને આગળ ધપાવ્યું હતું.
ગુજરાતમાં ૫ વર્ષની વય સુધીના ૮૪ લાખ બાળકોને આજે રસી પીવડાવાશે. ગુજરાતમાં પોલીયો નાબુદી અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જેને પગલે ગુજરાતમાં પોલીયોની રસી પીવડાવવા માટે કુલ ૩૮ હજાર બુથ બનાવાયા છે. ૭૪ હજાર રસીકરણ ટીમ દ્વારા પોલીયો નાબુદી ઝંબેશમાં ભાગ લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ૧ લાખ કરતાં સરકારી કર્મચારીઓ પણ પોલીયો નાબુદી રસીકરણ ઝુંબેશમાં જોડાયા છે. સીએમ રૂપાણીએ પણ આ અભિયાનમાં રસ દાખવ્યો હતો. સીએમ રૂપાણીએ નાના બાળકોને રસી પીવડાવી ચોકલેચ ભેટ આપી હતી.