RTGS-NEFT રુટ દ્વારા ફંડના ટ્રાન્સફર પર ચાર્જ નહીં

668

મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં રિઝર્વ બેંકે આજે આરટીજીએસ અને એનઇએફટી રુટ મારફતે ફંડ ટ્રાન્સફર ઉપર ચાર્જને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. ડિજિટલ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. કસ્ટમરોને આના લાભ આપવા માટે બેંકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (આરટીજીએસ)નો મતલબ મોટી રકમ ફંડ ટ્રાન્સફર છે જ્યારે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી)નો મતલબ બે લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરવા સાથે સંબંધિત છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ એનઈએફટી મારફતે ટ્રાન્ઝિક્શન માટે એક રૂપિયાથી લઇને પાંચ રૂપિયા વચ્ચે ચાર્જ લે છે જ્યારે આરટીજીએસ રુટ માટે પાંચ રૂપિયાથી લઇને ૫૦ રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે. મોનિટરી કમિટિની બેઠક બાદ ડેવલપમેન્ટલ અને રેગ્યુલેટરી પોલિસી અંગે નિવેદનમાં આરબીઆઈએ કહ્યું છે કે, આરટીજીએસ અને એનઇએફટી સિસ્ટમ મારફતે ટ્રાન્ઝિક્શન રુટ માટે બેંકોને રાહત આપવામાં આવી છે.

ડિજિટલ ફંડ મુવમેન્ટને વેગ આપવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈએ નિવેદનમાં કહ્યું છે કે, બેંકોને આના બદલે કસ્ટમરોને લાભ આપવા પડશે. એક સપ્તાહની અંદર જ આ સંદર્ભમાં બેંકો માટે જરૂરી સૂચના જારી કરવામાં આવશે. બીજી બાજુ આરબીઆઈએ લોકો દ્વારા ઉપયોગ તરીકે એટીએમના ઉપયોગ પર લેવામાં આવતા ચાર્જની સમીક્ષા કરવા એક કમિટિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈએ આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કમિટિ તેની પ્રથમ બેઠકના બે મહિનાની અંદર અહેવાલ સુપ્રત કરશે.

Previous articleરેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન સસ્તી થશે
Next articleગુજરાતના અનેક ભાગોમાં પારો ૪૩થી પણ ઉપર