સરદાર ડેમની જળસપાટી વધી જતાં ગરમીમાં રાહત

623

ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમની સપાટી ૧૨૦.૨૭ મીટરે પહોંચી છે.

નર્મદા ડેમમાં પાણીની સપાટી વધવાથી ગુજરાતમાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી આશા બંધાઇ છે. નર્મદા ડેમમાં પાણીની સપાટી વધવાથી રાજય સરકારની ચિંતા પણ ઘટી છે અને જળસપાટી વધતાં હવે પાણીની કોઇ ગંભીર સમસ્યા રાજયમાં સર્જાશે અને ખેડૂતો સહિત જરૂરિયાત પૂરતુ પાણી મળી રહેશે તેવું સરકાર માની રહી છે. નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતાં અને જળસ્તરનો જથ્થો વધતાં રાજયના ખેડૂતો અને પ્રજાજનોમાં પણ ખુશીની લાગણી ફેલાવા પામી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણી છોડવાના કારણે ડેમની સપાટી સતત વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉર ઉનાળે વધારો થઇ રહ્યો છે.

ઉપરવાસમાંથી ૬૭૭૫ ક્યુસેક પાણીની આવકને પગલે હાલ નર્મદા ડેમની સપાટી ૧૨૦.૨૭ મીટરે પહોંચી ગઇ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ નર્મદા ડેમ છલોછલ ભરાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૧૧૭૫ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે. જેથી નર્મદા નદીમાં હાલ ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં ભરઉનાળે પાણીનો જથ્થો વધતાં અને પૂરતું પાણી ઉપલબ્ધ બનતાં રાજયની પાણીની સમસ્યા લગભગ હલ થવાનું સરકાર અને તંત્રના અધિકારીઓ માની રહ્યા છે. હવે દસ-પંદર દિવસ બાદ ચોમાસાનો વરસાદ શરૂ થવાની શકયતા છે ત્યારે ત્યાં સુધી ડેમનું પાણી રાજયમાં ખેડૂતો અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવશે. ડેમની જળસપાટી વધતાં સરકાર અને તંત્રની પાણીની સમસ્યાની ચિંતા મટતાં રાહતનો દમ લીધો છે.

Previous articleરાજકોટમાં પાક વિમા પ્રશ્ને કિસાન સંઘ-ખેડૂતોની રેલી
Next article૨૦૨૦માં ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષા પાંચમી માર્ચથી