બીજબોલ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

526

વિશ્વ પર્યાવરણ દિવસ – ૫ જૂનની ઉજવણી રૂપે વિજ્ઞાનનગરી વનસ્પતિઓની સંખ્યામાં વધારો થાય અને ધરતી હરીયાળી બને તેવા ઉમદા હેતુથી એક નવા પ્રોજેકટ – “બીજ બોલ” નું આયોજન કરેલ છે. જેમાં પર્યાવરણમાં રસ ધરાવતા ૧૨ વર્ષ ઉપરના બાળકો, વડીલો અને સમગ્ર મિત્રોએ હાજર રહી બીજબોલ એટલે શું.? શા માટે ? કેવી રીતે તૈયાર કરાવા. કેવા બીજનો ઉપયોગ કરવો. વગેરે વિડીયો – નિદર્શન અને ચર્ચા દ્વારા માર્ગદર્શન મેળવ્યું. આ માટે તજજ્ઞ કિશોરભાઈ ભટ્ટ અને સંસ્થાનાં અશ્વિનભાઈ પ્રજાપતિ એ જરૂરી માર્ગદર્શન માહિતી આપી. લોકોને વ્રુક્ષો ઉગાડવા. બચાવવા. જતન કરવા, જળ બચાવો, જમીનમાં પાણી ઉતારવા પ્રેરણા આપી  લોકોમાં વૈચારિક ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ કાર્યક્રમમાં આશરે ૬૦ જેટલા લોકો એ ભેગા મળી પ્રત્યક્ષ બીજબોલ બનાવ્યા. આ બીજબોલ સૂકાઈ ગયા પછી ખુલ્લી જગ્યાએ રોડ સાઈડ, બગીચાઓમાં વરસાદ થયા પછી નાખવામાં આવશે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleનર્મદા સિમેન્ટ મીતીયાળા ગ્રા.પં. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી