ભાવનગર જિલ્લાનાં ઘોઘા ખાતે આજે રમઝાન ઇદ બાદની વાસી ઇદનાં દિવસે પરંપરાગત મેળો યોજાયો હતો. ઘોઘા ખાતે અનેક દરગાહ તેમજ મસ્જીદ હોવા ઉપરાંત દરિયા કિનારો હોય મુસ્લિમ સમાજનાં મોટા ભાગના લોકો રમઝાનની વાસી ઇદનાં દિવસે ઘોગા જતા હોય છે. પરિણામે ત્યાં વાસી ઇદનાં દિવસે મેળો ભરાય છે. જેવો મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો.