બોરડા દાઠા માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોઈ અને વાદવિવાદમાં નવો રોડ બનેલ નહી ત્યારે નજીક ના ગામડાઓ ના સંરપચો દ્વારા તળાજા ના બાંધકામ ખાતા ના ચેરમેન ને રજૂઆત કરી હતી ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ કાર્યપાલક ઈજનેર અને અન્ય અધિકારી અને આગેવાનો ને સાથે બેસીને વિવાદ નો અંત લાવી આજે રોડ નુ ખાતમુહૂર્ત ગૌતમભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ સાથે ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ અને દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ કાર્યપાલક ઈજનેર દાઠા તલ્લી સહિત ના પંદર ગામના સરપંચ અને જીલ્લા તાલુકા પંચાયતના સભ્ય અને આગેવાનો હાજર રહ્યા હતા વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ચેરમેન અને અધિકારીઓ પોતે અંગત રસ લઈ ને સાથે રહીને કામ સારું થાઈ અને ક્યાય માર્ગ પર ખરાબ કામ ના થાઈ તે માટે પણ ધ્યાન આપવા ટકોર કરી હતી કારણ કે આ માર્ગ પ્રસિદ્ધ કોટડા ભગુડા બગદાણા સહિત અનેક યાત્રાધામ આવેલ હોઈ અને નેવુ થી વધુ ગામો ના લોકો આજ રોડ નો ઉપયોગ કરી રહ્યા છે.