ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર પાલીતાણા ટાઉન વિસ્તારિમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન જીતેન્દ્રસિંહ ઝાલા, રાજપાલસિંહ સરવૈયાને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલકે જયસુખ ઉર્ફે ભીમ ગોપાભાઇ ચૌહાણ રહે.નાનાજાળીયા વાળો ચોરાઉ શકપડતુ મો.સા.લઇને ઉભેલ છે. જેથી બે પંચો સાથે પાલીતાણા બજરંગદાસ બાપા પોલીસ ચોકી પાસે આવતાં ઉપરોક્ત ઈસમ પાસે હીરો સપ્લેન્ડર કાળા સીલ્વર પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું તેનાં કબ્જામાં વાળુ મો.સા. અંગે તેની પાસે આર.સી.બુકનાં કાગળો કે આધાર માંગતાં તેની પાસે નહી હોવાનું જણાવેલ.જે મો.સા. તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જેથી મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/-ગણી કલમઃ-૧૦૨ મુજબ કબ્જે કરેલ.તેમજ મજકુર ને કલમઃ-૪૧(ડી) મુજબ મજકુર ઇસમને ધોરણસર અટક કરેલ.
જે ઇસમની પુછપરછ કરતાં તેને ઉપરોકત મો.સા. આશરે પાંચેક વર્ષ પહેલાં પાલીતાણા પોપડામાં હીરાના કારખાના પાસેથી ચોરી કરેલાનું જણાવેલ છે. તેમજ તેની વધુ પુછ પરછ માં બીજ ત્રણ ચોરાઉ મો.સા. પોતાની નાનાજાળીયા ગામની વાડીમાં સંતાડેલ હોવાનું જણાવતા પંચો સાથે તેની વાડીએ તપાસ કરતા બીજા ત્રણ મા.સા.માળી આવેલ જેમાં (૧) હીરો હોન્ડા કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળુ જેની આગળ પાછળ નંબર પ્લેટ નથી તે છ માસ પહેલા ભૈરવનાથ ચોક ગોપાલ લચ્છી વાળા ના ખાંચામાથી ચોરેલાનું જણાવેલ છે. જે કી.રૂ.૧૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. તેમજ બાકી ના બે મો.સા.જેમા હીરો સ્પેલેન્ડર પ્લસ કાળા સીલ્વર પટ્ટવાળુ કી.રૂ.૧૫,૦૦૦/- હીરો હોન્ડા પેશન કાળા કલરનું કી.રૂ.૧૦,૦૦૦/ગણી કબ્જે કરવામાં આવેલ છે.