રાજુલા તાલુકાની મહાકાય આદિત્ય બિરલા અલ્ટ્રાટેક કંપની ખાતે શાનદાર અજબ રીતે શણગારેલ ફ્લોટો કલાત્મક શણગારોથી સજ્જ દેશભક્તિમય માહોલ સર્જાયો અને સુંદર કામગીરી બદલ કર્મચારીઓને એવોર્ડ અપાયા હતા. રાજુલા તાલુકાની મહાકાય આદિત્ય બિરલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં શણગારેલ ફ્લોટો કલાત્મક શણગારોથી દેશભક્તિમય માહોલ સર્જાયો. જેમાં કંપની હેડ સીતારામ મુલુના હસ્તે ધ્વજવંદન કરાયું અને સુંદર કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ પણ અપાયા જે કર્મનિષ્ઠ કર્મચારી રાત-દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરનારને બહુમાન આપી એવોર્ડ આપતા ભાનુકુમાર પરમાર, ટીપીસીના સદાનંદ, માઈન્સ હેડ ખોસલે, પ્રિન્સીપલ માથુર, કાર હેડ એ.કે. પટેલ, કોવાયા ગામ સરપંચ, ઉપસરપંચ તથા શાળાના શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી જિલ્લાભરની શાળાઓમાં ફર્સ્ટ રીતે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રની શાન તિરંગાને કંપનીના દરેક વિભાગના હેડ તથા બહોળી સંખ્યામાં કર્મચારીગણોએ સલામી આપેલ.