સલમાન- આલિયાની ફિલ્મ આગામી વર્ષે ઇદ ઉપર રજૂ

503

બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની ભારત ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે ત્યારે તેની આગામી ફિલ્મ કઇ રહેશે તેને લઇને ચર્ચા છે ત્યારે હવે તેના ચાહકો માટે સમાચાર એ છે કે સલમાન ખાનની આગામી ફિલ્મ ઇંશાઅલ્લાહ રહેશે. આ ફિલ્મ આગામી વર્ષે ઇંદ પર રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે  અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટ નજરે પડનાર છે. આલિયા અને સલમાન ખાનની જોડી પ્રથમ વખત રજૂ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સંજય લીલા અને સલમાન ખાની જોડી આશરે ૧૯ વર્ષના લાંબા ગાળા બાદ એક સાથે કામ કરી રહ્યા છે. હવે ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ઇદના દિવસે જ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે સલમાન ખાન સાથે ફિલ્મ મળતા ભારે ખુશી વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ સલમાન અને આલિયા ભટ્ટની જોડી અંગે કેટલીક તીખી પ્રતિક્રિયા આવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આલિયા ભટ્ટ સલમાન કરતા અડધી વયની છે. ત્યારબાદ સલમાન ખાને કહ્યુ હતુ કે તેને આશા છે કે ફિલ્મમાં તેમની જોડીને લોકો પસંદ કરશે. સલમાન ખાને એમ પણ કહ્યુ છે કે આલિયા ભટ્ટ એક અભિનેત્રી તરીકે ખુબ જ સહેજ અને સારી કલાકાર છે. ફિલ્મની પટકથા સાથે જોડાયેલી કથા હાલમાં સપાટી પર આવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ફિલ્મમાં સલમાન ખાન એક ૪૦ વર્ષીય બિઝનેસમેનની ભૂમિકા અદા કરનાર છે. જેમાં આલિયા ભટ્ટ એક ૨૦ વર્ષીય નવી અભિનેત્રી તરીકે રોલ કરતી દેખાશે. ફિલ્મમાં વયમાં વ્યાપક અંતર હોવા છતાં તેમની વચ્ચે થઇ રહેલા પ્રેમ પ્રકરણને દર્શાવવામાં આવનાર છે. આ જર્ની લોકોને પસંદ પડે તેવી શક્યતા છે.

Previous articleવાઘાવાડી રોડ ઉપર પાર્ક કરેલી કાર પર મહાકાય વૃક્ષ ધરાશાયી
Next articleશાહિદ અને કિયારાની નવી કેમિસ્ટ્રીની ચર્ચા છેડાઇ ગઇ