વર્લ્ડ કપમાં આવતીકાલે બે મેચો રમાનાર છે. જે પૈકી પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની સાથે સાથે અન્ય એક મેચ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે પણ રમાનાર છે. ન્યુઝીલેન્ડની ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. તે પોતાની બંને મેચો જીતી ચુકી છે. ન્યુઝીલેન્ડે હજુ સુધી રમેલી મેચો પૈકી પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ૧૦ વિકેટે જીત મેળવી હતી. આવી જ રીતે બાંગ્લાદેશની સામે પણ ન્યુઝીલેન્ડની ટીમે જોરદાર રમત રમીને મેચ જીતી લીધી હતી. હવે આવતીકાલે પણ તે અફઘાનિસ્તાનની સામે હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. જો કે ન્યુઝીલેન્ડ સામે તમામ મુશ્કેલ મેચોનો દોર હવે શરૂ થનાર છે. મોટી અને મજબુત ટીમો સામે તેની મેચો હવે રમાશે. કેન વિલિયમસનની અસલી કસોટી તો હવે પછીની મેચોમાં થનાર છે. કારણ કે હજુ સુધી તે તેના કરતા નબળી અને ઓછા અનુભવ ધરાવતી ટીમો સામે રમી રહી હતી. હવે તેની મેચો મોટી આવનાર છે. જે પૈકી તે પ્રથમ પડકારરૂપ મેચ ભારતની સામે ૧૩મી જુનના દિવસે રમશે. ત્યારબાદ ૧૯મી જુનના દિવસે તેની દક્ષિણ આફ્રિકાની સામે ટક્કર થનાર છે. ત્યારબાદ વિન્ડીઝની ટીમ સામે તેની મેચ રમાનાર છે. કેન વિલિયમસન અને માર્ટિન ગુપ્ટિલ ઉપરાંત અન્ય તમામ ખેલાડી પણ ફોર્મમાં છે. રોસ ટોલરને દુનિયાના સૌથી ધરખમ બેટ્સમેનો પૈકી એક તરીકે ગણવામાં આવે છે. તે ફોર્મમાં ચાલી રહ્યો છે. બીજી બાજુ અફઘાનિસ્તાનની ટીમ દેખાવ સારો કરી રહી છે પરંતુ કોઇ પરિણામ પોતાની તરફેણમાં કરી શકી નથી. જેથી આવતીકાલે પણ આવા કોઇ દેખાવની અપેક્ષા ઓછી છે. જો કે ટીમમાં કેટલાક વ્યક્તિગત ખેલાડી છે જે સારો દેખાવ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં રશીદ ખાનનો સમાવેશ થાય છે. તેના દેખાવથી તમામ લોકો પ્રભાવિત થયા છે. તે આઇપીએલમાં જોરદાર દેખાવ કરવામાં સફળ રહ્યો હતો. સાથે સાથે વર્લ્ડ કપમાં પણ તે તમામનુ ધ્યાન ખેંચી રહ્યો છે. આ મેચનુ પ્રસારણ ટાઉન્ટન ખાતેથી સાંજે છ વાગ્યાથી કરવામાં આવનાર છે. મેચને લઇને તમામ તૈયારી આયોજકો દ્વારા કરી લેવામાં આવી છે. ટીમમાં કેટલાક ફેરફાર બંને ટીમો કરી શકે છે. શીદ ખાન અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી તરીકે છે. તે બેટિંગની સાથે સાથે બોલિંગમાં ખાસ મહારત ધરાવે છે. આઇપીએલમાં પણ તેનો દેખાવ ક્રિકેટ ચાહકો જોઇ ચુક્યા છે. હવે પોતાની ટીમ તરફથી જોરદાર દેખાવ કરવા માટે તે સજ્જ દેખાઇ રહ્યો છે. તમામ ચાહકો ભારે પ્રભાવિત છ. વર્લ્ડ કપની મેચો ૧૧ મેદાન ખાતે રમાનાર છે. બંને ટીમો નીચે મુજબ છે.
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,
અફઘાનિસ્તાન : નૈબ (કેપ્ટન), આલમ, અશરગર અફઘાન, દૌલત અહરન, હામિદ હસન, શાહિદી, હઝરતુલ્લા, મોહમ્મદ નબી, મોહમ્મદ શહેઝાદ, મુજીર ઉર રહેમાન, નજીબુલ્લા, નુર અલી, રહમત શાહ, રશિદી ખાન, શિનવારી.