ચોટીલા પાસે યુવાનની સળગતી લાશ મળતાં ચકચાર

791
guj29-1-2018-1.jpg

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના બામણબોર નવાગામ પાસે બનેલી આ ઘટનામાં કોઈએ તાંત્રિક વિધિ કરવા કે પછી વેરની વસુલાત કરવા માટે કોઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. હાલ પોલીસે સ્થળ પરથી પુરાવા એકઠાં કરી લાશની ઓળખ કરવા પ્રયત્નો હાથ ધરાયા છે. ચોટીલાના બામણબોર નવાગામ પાસે કોઈ ૨૫ વર્ષીય નવલોહીયા યુવાનની ધણી ધોરી વગરની સળગતી લાશ મળતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ લાશ કોની છે અને કોણે સળગાવી તેમજ શા માટે સળગાવી તે મુદ્દે ચકચાર ફેલાઈ ગઈ હતી. ૨૫ વર્ષીય યુવાનની મળેલી સળગતી લાશ પાસેથી આજુબાજુ કંકુ અને અબીલ તેમજ ગુલાલ મળી આવ્યા હતા. જેને પગલે કોઈએ તાંત્રિક વિધિ કરવા આ કૃત્ય કર્યું હોવાનું  કે પછી કોઈ વેરની વસુલાત માટે કોઈને મોતને ઘાટ ઉતારી દઈને પુરાવા નાશ કરવા માટે તેને સળગાવી દેવાયો હોવાનું હાલ પોલીસ માની રહી છે. બામણબોર નવાગામ પાસેની ઘટનામાં હાલ પોલીસ તથ્યો તપાસી રહી છે. લાશ કોની છે તેને ઓળખવિધિ કરવામાં આવી રહી છે. યુવકની ઓળખ થતાં સાચી હકિકત બહાર આવવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

Previous article અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
Next article વડોદરામાં ડ્રગ્સ કૌભાંડ : ૩ની ધરપકડ