એવરીવન ડિઝર્વ્સ અ ફ્યુચર ધે કેન સ્માઈલ અબાઉટ (દરેક સ્મિત કરી શકે એવું ભવિષ્ય પ્રાપ્ત કરવાના હકદાર છે) એ બ્રાન્ડની માન્યતાને આગળ ધપાવતાં કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડે સ્મિત કરી શકે એવું ભવિષ્ય પ્રાપ્ત કરી શકે તેવા દર વર્ષે ૨૦ મિલિયન લોકોને પાયાનો ટેકો આપવા માટે બ્રાન્ડની વચનબદ્ધતા કીપ ઈન્ડિયા સ્માઈલિંગ (કેઆઈએસ) ધ્યેય રજૂ કર્યો છે.
કીપ ઈન્ડિયા સ્માઈલિંગ ફાઉન્ડેશનલ સ્કોલરશિપ પ્રોગ્રામ અજોડ, રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જે શિક્ષણ, રમતગમત અને સમુદાય બહેતરીનાં ક્ષેત્રોમાં સ્કોલરશિપ અને મેન્ટરશિપ પૂરી પાડે છે.
કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઈસ્સામ બછલાનીએ જણાવ્યું હતું કે કોલગેટમાં અમે ખરા અર્થમાં માનીએ છીએ કે દરેક એવું ભવિષ્ય મેળવવાને હકદાર છે જેના વિશે તે સ્મિત કરી શકે અને મજબૂત પાયો નિર્માણ કરીને બહેતર ભવિષ્ય નિર્માણ કરવામાં અમે વિશ્વાસ રાખીએ છીએ.
કીપ ઈન્ડિયા સ્માઈલિંગ કોલગેટની મજબૂત પાયો નિર્માણ કરવાની અને લોકોના જીવનમાં અર્થપૂર્ણ પ્રભાવ નિર્માણ કરવાની ૮૦ વર્ષથી વધુની વચનબદ્ધતા છે. તેમાં કંપનીના દીર્ઘ ચાલતા ભારત- વ્યાપી ફ્લેગશિપ પ્રોગ્રામ્સ, જેમ કે, બ્રાઈટ સ્માઈલ્સ બ્રાઈટ ફ્યુચર્સ (બીએસબીએફ)નો સમાવેશ થાય છે, જે મોઢાના આરોગ્યનું પાયાનું શિક્ષણ આપે છે, ઓરલ હેલ્થ મંથ મફત દાંતની તપાસ કરે છે, જ્યારે બહેતર પાણીને પહોંચ પૂરી પાડવી, મહિલા સશક્તિકરણ અને આજીવિકા કાર્યક્રમો જેવી પાયાની સમુદાય પહેલોનો સમાવેશ થાય છે.
આ ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં ઉમેરો કરતાં કોલગેટે આજે કીપ ઈન્ડિયા સ્માઈલિંગ ફાઉન્ડેશનલ સ્કોલરશિપ રજૂ કરી છે, જે ભારતભરના લોકોને તેમનાં સપનાં વાસ્તવિકતામાં ફેરવવા માટે મદદરૂપ થવા નાણાકીય ટેકો અને મેન્ટરશિપ આપે છે.
ભારતમાંથી ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારી એકમાત્ર સ્ત્રી બોક્સર મેરી, માનવંતાં સમાજ વિકાસ વ્યાવસાયિક ડો. પ્રિયંવદા સિંહ, શિક્ષણદાનના એડવાઈઝર રાજીવ ગ્રોવર, કોલગેટના સીએસઆર હેડ પૂનમ શર્માનો સમાવેશ થાય છે, જેઓ સ્કોલરશિપ માટે અત્યંત પાત્ર ઉમેદવારોને ચૂંટશે અને આવશ્યક મુજબ મેન્ટરશિપ પૂરી પાડશે.