કાર ટુવ્હિલરને અડી જતાં ચાર શખ્શોએ પટ્ટા વડે ચાલકને ફટકાર્યો

794

સુરતમાં છાસવારે જાહેરમાં મારામારી થવાની ઘટના બનતી રહે છે. આવી જ એક ઘટના સુરતના અલથાણ વિસ્તારમાં બની છે.

જેમાં કાર ટુવ્હિલરને અડી જતાં ચાર પરુષોએ પટ્ટા વડે કાર ચાલકને જાહેરમાં માર માર્યો હતો. કાર ચાલકે આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

પીડિત રતનલાલના જણાવ્યા પ્રમાણે તેઓ ગુરુવારે રાત્રે ૮.૩૦ વાગ્યે સચિનથી આવતા હતા. ત્યારે તેઓ અલથાણ રોડ ઉપર ખોડિયાર માતાના મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે તેમની કાર ટુવ્હિલરને અડી ગઇ હતી. તેઓ ચાર જણા હતા. પહેલા તેઓએ પીડિત રતનલાલ સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. અને ત્યારબાદ રતનલાલનો કમર પટ્ટો કાઢીને તેમને મારવા લાગ્યા હતા.

આ ઘટનાનો ટોળામાં હાજર એક વ્યક્તિએ વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે તેમ ટુવ્હિલર ચાલક જેણે માથે હેલ્મેટ પહેરેલું છે. તેના હાથમાં કમર પટ્ટો છે અને તે રતનલાલનો કોલર પકડ્યો છે અને પટ્ટાથી માર મારી રહ્યો છે. સાથે સાથે ગાળો ભાંડી રહ્યો છે અને પૈસાની માંગણી પણ કરી રહ્યો છે.

Previous articleકોલગેટ પામોલિવ ઈન્ડિયાએ કીપ ઈન્ડિયા સ્માઈલિંગ ધ્યેય રજૂ કર્યો
Next articleપોલીસ કર્મીઓની ફરાર થવાની મોસમ આવી, વડોદરાનો પીએસઆઈ પણ ફરાર