સિદ્ધપુરના સુજાણપુરની બીએડ કોલેજની યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ

644

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મળેલી કારોબારી બેઠકમાં સિદ્ધપુરના સુજાણપુરની બીએડ કૉલેજોની માન્યતા સ્થગિત કરવા અને યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા ભરતી સમયે અનુભવ સર્ટી ખોટું રજૂ કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવાનો નિર્ણય લેવાયો હતો. કાયૅકારી કુલપતિ ડો.અનિલ નાયકની અધ્યક્ષતામા કારોબારી બેઠક યોજાઈ હતી. જેમા ૮૭ જેટલા મુદ્દાઓ મામલે વિચાર વિમર્શ કરી નિર્ણય લેવામાં આવ્યા હતા.

તો યુનિવર્સિટીના ગોલ્ડ મેડલ મેળવનારા ૪૮ છાત્રો પૈકી ૨૪ છાત્રોને ગોલ્ડ મેડલ માટે કોઇ દાતા ઉભા ન થતાં યુનિવર્સિટી દ્વારા આ છાત્રોને ગોલ્ડ મેડલ યુનિવર્સિટી દ્વારા આપવાનો નિર્ણય કરી તેના માટે રૂ.૧.૨૦ લાખનું બજેટ મંજૂર કર્યું હતું. જ્યારે ૪ કોલેજોને જોડાણ માટે મંજૂરી આપી હતી. જોકે સિદ્ધપુરની સુજાણપુર બીએડ કૉલેજ સહીત અન્ય બે કોલેજોનું યુનિવર્સિટીએ કરેલ જોડાણ સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. તેમજ ટેન્ડર અને વિવિધ વહીવટી કામો તેમજ પરીક્ષા પધ્ધતિમા કરેલા ફેરફારોના નિર્ણયને પણ ચર્ચા બાદ ઇસી મેમ્બરો દ્વારા સર્વાનુમતે આખરી મંજૂરી આપી હતી.

યુનિવર્સિટીની મળેલી આ કારોબારીમા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં ભરતી સમયે અધ્યાપક ડો. દિલીપ પટેલ દ્વારા રજુ કરેલ અનુભવ સર્ટીમા વિસંગતતા હોય અનુભવ સર્ટી ખોટું રજૂ કર્યું હોવા મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. જો કે આ બાબતે ડૉ. દિલીપ પટેલે કઇ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

Previous articleપોલીસ કર્મીઓની ફરાર થવાની મોસમ આવી, વડોદરાનો પીએસઆઈ પણ ફરાર
Next articleબાળ લગ્ન નાબૂદી માટે ચિલોડામાં જન જાગૃત્તિ કાર્યક્રમ