ચિલોડા ગ્રામ પંચાયતના હોલમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે બાળ લગ્ન નાબુદિ અને બાળ લગ્નની માઠી અસરો અંગે જન જાગૃત્તિ શિબિરનું આયોજન કરાયુ હતું.
આ આયોજનમાં પારા લીગલ વોલન્ટિયર અને ચિલોડા ગ્રામ પંચાયતના સભ્ય નટુભાઇ પટેલે બાળ લગ્ન પ્રથા નાબુદ કરવા અને તેના માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યુ હતુ.