હિમાલીયા મોલની દુકાનમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો – બેની ધરપકડ

737

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરના ધ્યાને આવેલ કે, ભાવનગર શહેર તથા જીલ્લામાં યુવાધનને હુકકાના નશાના રવાડે ચડી પોતાની જીંદગી બરબાદ અને ખુવાર કરે છે અને ખાસ કરીને સારા ઘરના નબીરાઓ કે સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરતા હોય તેઓ હુકકાના નશાના રવાડે ચડી પોતાની જીંદગી પાયમાલ કરે છે. જેથી બાબતને ખુબજ ગંભીરતાથી લઇ એસ.ઓ.જી. શાખાને આ બાબતે ખાસ વોચ/ડ્રાઇવ રાખી માહિતી મેળવી, ખાનગી રાહે તપાસ કરી આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ધ્યાને આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના અનુંસંધાને એસ.ઓ.જી.ના પોલીસ સબ. ઇન્સ્પેકટર એચ.એસ.  ત્રિવેદીને ખાનગી રાહે સચોટ અને ચોક્ક્‌સ માહિતી મળેલ કે, હિમાલીયા મોલ પહેલા માળે દુકાન નં.એફ.એફ -૧૧૧માં ગે.કા. હુકકાબારની પ્રવૃતિ ચાલે છે.  જે બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે  રેઇડ કરતા કુલ ૧૧ છોકરા તથા -૨-છોકરી સહિત કુલ ૧૩ છોકરા/છોકરીઓ હુકકો પીતા મળી આવતા આ હુકકા બારના માલીક સાજીદભાઇ ઉર્ફે પેન્ટર કાદરભાઇ શેખ ઉવ. ૩૯ રહે. દિવાનપરા રોડ, પાંજરી ચોક, અશરફભાઇ યુસુફભાઇ પઠાણ ઉવ ૧૯ રહે. કુંભારવાડા વાળા ઓને ઝડપી લઇ હુકકાબારમાંથી  ચાલુ હુક્કાઓ ચીલમ તથા પાઇપ સાથે નંગ-૫ કિ.રૂ. ૨૫૦૦/-  ખાલી હુક્કાઓ નંગ-૪ કિ.રૂ઼ ૧૬૦૦/- હુક્કાઓની પાઇપ નંગ-૧૯ કિ.રૂ઼ ૧૯૦૦/-,  હુક્કાની ચીલમ નંગ-૧૧ કિ.રૂ઼ ૦૦/૦૦, રોયલ સ્મોકીંગએક્સોટીક સ્પ્રીંગ વોટર-૧, પીંક મીસચીફ-૧, કીવી બ્લોસ્ટ -૧, બ્લ્યુ પાન – ૧, પાનરસ-૧, સુપારી-૧    લખેલ હુક્કાના ફલેવર તમાકુના ડબ્બા નંગ-૬ જેના ઉપર નિકોટીન ૦.૫% લખેલ છે. જે તમામ ડબ્બા સીલપેક છે.   સ્ટીલના કોલસા મુકવાના ચીપીયા નંગ-૩ (૭) જારો -૧ કિ.રૂ઼ ૨૦/- (૮) કોલસાનો કોથળો -૧ કિ.રૂ.૫૦/- (૯) કાકાળા કલરનું એફ એન્ડ ડી કંપનીનું મ્યુઝીક સીસ્ટમ સ્પીકર-સાથે સાથે કિ.રૂ઼૫૦૦૦/-, ઝેન કંપની નો મોબાઇલ ફોન-૧ કિ.રૂ઼ ૫૦૦/- , સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ઼ ૫૦૦/-, લાઇટબીલ -૧ કિ.રૂ.૦૦/૦૦ કિ.રૂ઼ ૧૯૩૦૦/-ના મુદામાલ કબ્જે મજકુર બંને સામે સીગારેટ અને તમાંકુ ઉત્પાદન સુધારા અધિનિયમ ૨૦૦૩ (ગુજરાત એક્ટ ૨૭/૨૦૧૭ )   ની કલમ ૪(એ), ૨૧(એ),૨૪ મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ.ઇન્સ. એચ.એસ. ત્રિવેદી સા.એ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleસૌરાષ્ટ્ર વિકાસ પરિષદની બેઠકમાં રેલ્વે સહિત પ્રશ્નોની ચર્ચા કરાઈ
Next articleવિશ્વ યોગદિનની ઉજવણી નિમિત્તે બોટાદ કલેકટર દ્વારા બેઠક યોજાઇ