દામનગર સુમનભવન બ્રહ્મસમાજ વાડી ખાતે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ ની ગ્રાહક સુરક્ષા કોરમ ના એડવોકેટ દિલશાદભાઈ શેઠ ની અધ્યક્ષતા માં બેઠક મળી આ બેઠક માં સૌરાષ્ટ્ર ના પ્રાણ પ્રશ્નો પાણી વીજળી પરિવહન રોજગારી ઉદ્યોગ વાણિજ્ય રેલવે સહિત ના પ્રશ્ને ગહન ચર્ચા ઓ કરાય હતી
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ ના સ્વ દિનેશભાઈ વિઠલાણી ને શ્રધાંજલિ રૂપે અણમોલ રતન સોવેનિયર નું વિમોચન વિતરણ કરાયું સૌરાષ્ટ્ર પ્રાણ પ્રશ્ને વિઠલાણી એ કરેલ સફળ રજૂઆતો ની વિગતો સાથે સોવિનોયર નું વિમોચન કરાયું હતું પીપવવા પોર્ટ ના હિત માં બોર્ડગેઝ રેલવે લાઈન પર ચાલતી ગુડજ ટ્રેન રૂટ પર પરિવહન સુવિધા ની માંગ કરાય હતી
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા લાંબા અંતર ની પરિવહન ટ્રેન મહુવા સુરત ટ્રેન ને સ્ટોપ પાણી પ્રશ્ને નકકર આયોજન ઉદ્યોગ અંગે જી આઈ ડી સી સૌરાષ્ટ્ર ની આર્થિક ઉન્નતિ માટે રચનાત્મક રજૂઆતો કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ ની બેઠક માં હોદેદારો ને આહવાન કરાયું આ તકે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ઉપસ્થિત રહેલ ખેડુતો વેપારી ઓ ઉદ્યોગકારો પત્રકારો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણીઓ એડવોકેટ દિલસાદ ભાઈ શેખ લાઠી તાલુકા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ ના પ્રમુખ વિમલ ઠાકર .ચેતન ભાઈ ત્રિવેદી.રાજુ ભાઈ નારોલા,પ્રિતેશ નારોલા ભાજપ પ્રમુખ દામનગર શહેર નટવર ગિરી બાપુ. નટુભાઇ ભાતિયા. અતુલ શુકલ. બળવંત ભાઈ ત્રિવેદી.નયન ભાઈ જોશી.મહેશ ભાઈ પંડિયા. વિનોદ ભાઈ ગોંડલીયા. ગૌરાંગ ઠાકર .કિશોર ભાઈ ઠાકર.જીગ્નેશ ભાઈ ઠાકર. દેવચંદ ભાઈ આલગિયા ભાઈ.વિગેરે હાજર રહેલ હતા.