શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં પાણીની લાઇન સાથે ગટરનું પાણી ભળી જતા દુષીત પાણી આવતા રહિશોમાં રોષ ફેલાયો છે. અને સ્થાનિક મહિલાઓએ એકત્ર થઇને સત્વરે શુદ્ધ પાણી આપવા રોષ પૂર્વક માંગણી કરી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તંત્ર દ્વારા એક તો લો પ્રેશરથી પાણી આપવામાં આવે છે અને તેમાંયે કુંભારવાડાનાં ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં પાણીની લાઇન સાથે ગટરની લાઇન ભળી જતા લોકોનાં ઘરમાં દુર્ગંધ મારતું દુષિત પાણી આવતું હોય રોગચાળો ફેલાવાની દહેશત હોય સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો.