ન.પ્રા. શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક જાગૃતિ માટે ડોર-ટુ-ડોર મુલાકાત

743

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાનાં તમામ વોર્ડમાં બેટી બચાવો, જળ બચાવો, પર્યાવરણ બચાવો અને સ્વચ્છતાનાં સંદેશ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર મનભા મોરી, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવળ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક નગરસેવકો તેમજ શિક્ષકોએ વોર્ડ વાઇઝ ડોર-ટુ-ડોર મુલાકાત લીધી હતી અને લોકોને શૈક્ષણિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે નવા પ્રવેશ પામતા દરેક બાળકને તુલસીનો છોડ આપીને પર્યાવરણ રક્ષાનો સંદેશ સમાજમાં પહોંચાડવામાં આવેલ.

આવતીકાલે તા.૮ના રોજ ધો.૮માં પ્રવેશ પામતા ૩૩૦૫ બાળકોનાં ઘર સુધી જઇને ન.પ્રા.શિક્ષણ સમિતિની શાળાઓમાં મળતી સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવશે. અને વાલીઓ પોતાના સંતાનો વિશે સરકારી શાળામાં પ્રવેશ અંગે કેવા વિચારો ધરાવે છે તે જાણવાનો પ્રયાસ કરાશે ત્યારે ન.પ્રા.શિક્ષણ સમિતિ દ્વારા કરાયેલ આ નિર્ણયને આવકાર મળી રહ્યો છે.

Previous articleવૃક્ષો વચ્ચે ઘેરાયેલા વીજ વાયરો
Next articleઇમરાન હાશ્મીનું સમર્પણ અને બહુમુખી પ્રતિભા મને હેરાન કરે છે : આનંદ પંડિત