ઓસ્ટ્રેલિયા  પ્રતિષ્ઠા મુજબ દેખાવ કરવા માટે તૈયાર છે

551

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે  આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચ રમાનાર છે.  આંકડા પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટરીતે ફેવરીટ ગણી શકાય છે. પરંતુ વર્તમાન વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના નેતૃતવમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ  કરવા અને ઇતિહાસને ભુલી જવા માટે તૈયાર છે. આવી સ્થિતીમાં ટીમ ઇન્ડિયા પ્રબળ દાવેદાર તરીકે છે. વર્ષ ૧૯૯૨ બાદથી ઓસ્ટ્રેલિયાએ ભારત પર પ્રભુત્વ મેળવી લીધુ હતુ અને સતત પાંચ મેચોમાં ભારતને હાર આપી હતી. જો કે ટીમ ઇન્ડિયાએ  છેલ્લે વર્ષ ૨૦૧૧માં આ તબક્કામાંથી બહાર નિકળીને ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. વર્ષ ૨૦૧૧માં વર્લ્ડ કપની ક્વાર્ટર પાઇનલ મેચમાં ભારતે અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી.  આ મેચમાં ઓકબાજુ યજમાન ઓસ્ટ્રેલિયા તેની પ્રતિષ્ઠા મુજબ દેખાવ કરવા માટે તૈયાર છે.  વર્લ્ડ કપમાં તેમની વચ્ચે છેલ્લી મેચ ૨૬મી માર્ચ ૨૦૧૫ના દિવસે રમાઇ હતી. સિડની ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર ૯૫ રને જીત મેળવી લીધી હતી. બન્ને ટીમો પર જીત મેળવી લેવા માટેનુ દબાણ છે. છેલ્લા કેટલાક વર્ષોના દેખાવ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા વધારે શક્તિશાળી નજરે પડે છે. બન્ને ટીમોના સ્ટાર ખેલાડી શાનદાર દેખાવ કરે તેવી ઇચ્છા બન્ને ટીમોના ચાહકો રાખી રહ્યા છે. મેચને લઇને ભારે ઉત્સુકતા છે. મેચ રોમાંચક બને તેવી શક્યતા છે.

આંકડાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ તેમની વચ્ચે રમાયેલી ૧૩૬  મેચો પૈકી ૭૭માં જીત મેળવી છે જ્યારે ભારતે ૪૯માં જીત મેળવી છે. વર્લ્ડ કપમા ંપણ તેમની વચ્ચે રમાયેલી ૧૧ મેચો પૈકી ભારતે માત્ર ત્રણ અને ઓસ્ટ્રેલિયાએ  આઠ મેચો જીતી છે. આ તમામ પરિબળો ઓસ્ટ્રેલિયાને ફેવરીટ બનાવે છે. છતાં ભારત જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમજ ધોની પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

Previous articleએન્ડ્રયુ નિબોન જ તેનો પતિ છે : ઇલિયાના દ્વારા કબુલાત
Next articleઓસ્ટ્રેલિયા અને ભારત પર હજારો કરોડ રૂપિયા લાગ્યા